STORYMIRROR

Manu V Thakor

Inspirational

3  

Manu V Thakor

Inspirational

બારી બહાર

બારી બહાર

1 min
14.8K


બેસી બારી બહાર કેવું જીવંત દૃશ્ય જાણ્યું,

ઈશ તણું સર્જન પ્યારું, મનભરીને માણ્યું,

કોયલ કૂંજન કરતી, પેલી ચકલી ચીં ચીં બોલે;

હરી-ભરી ડાળીઓ મજાથી કેવી સમીર સંગે ડોલે

સુગરી, દરજીડો ગૂંથે માળો, રીત જુદી છે જાણ્યું,

રંગબેરંગી પતંગિયાને ફૂલો પર ફરતું માણ્યું,

ખૂંદી વળે ખિસકોલી કૂદતી, તરુવર તણી સૌ ડાળી,

કિલ્લોલ કરતાં કાબર-હોલા, ગુંજતું આંબાવાડી,

અડતા લપાઈ જાય લજામણી અજબ રીત એ જાણ્યું,

સૂરજ સંગે નમતું કેવું સૂર્યમુખીને માણ્યું

બેસી બારી બહાર કેવું જીવંત દૃશ્ય જાણ્યું,

ઈશ તણું સર્જન પ્યારું, ''મનન'' મનભરીને માણ્યું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational