બાળપણની દોસ્તી
બાળપણની દોસ્તી
બાળપણની એ દોસ્તી કેવી મજાની હતી !
એકની આંખના આંસુ દોસ્તના હાથથી રોકાઈ જતા !
બાળપણની એ દોસ્તી કેવી મજાની હતી !
ઝગડો કિટ્ટાથી શરૂ થતો, બુચ્ચા પર પૂરો થતો.
બાળપણની એ દોસ્તી કેવી મજાની હતી !
હવે સોરીથી દોસ્તો માનતા જ નથી !
ચાલ દોસ્ત બાળપણની દોસ્તી પાછી જીવીએ !
જિંદગીના શ્વાસ છે એ દોસ્તી.
