"બાળપણ"(મુકતક).
"બાળપણ"(મુકતક).
કેટલું બદલાઈ ગયું પણ યાદ રહી ગઈ એ ક્ષણ,
કેવું સુંદર અને અદભુત હતું અમારું બાળપણ.
પરીઓની વાર્તા હતી, અમારા પણ વહાણતરતા,
કૃષ્ણ જેવા મિત્રોનું હતું અમને ખૂબ વળગણ.
કેવું ભોળું અને પ્યારું હતું અમારૂ બાળપણ,
કુરબાન કરતા ખુશીઓ, સુંદર હતું સગપણ.
ના ચિંતા કોઈ પામવાની કે નાં ડર ખોવાનો,
ગોળ કરતા પણ મીઠું હતું એમાં ગળપણ.
