બાળપણ બચાવીએ
બાળપણ બચાવીએ
બાળપણમાં હોય રમતની રજા
બાળપણ તો ભોળપણની મજા
આ બાળમજૂરી અટકાવી, બાળપણ બચાવીએ...!
બાળપણ છે નિર્દોષતાનો ખજાનો
એને આપીએ ભણતરનો ખજાનો
આ બાળમજૂરી અટકાવી, બાળપણ બચાવીએ...!
બાળપણ છે સર્જનાત્મકતાથી ભરેલું
એમાં અવનવી પ્રવૃતિના છોડ ઉગાડું
આ બાળમજૂરી અટકાવી, બાળપણ બચાવીએ...!
બાળપણ એ તો ભવિષ્યનું દર્પણ
એમાં હાસ્યરૂપી છોડનું કરો નિર્માણ
આ બાળમજૂરી અટકાવી, બાળપણ બચાવીએ...!
બાળપણમાં હોય મિત્રતાની વાત અનોખી
બાળક બનીને બાળક સંગ રીત કરીએ નોખી
આ બાળમજૂરી અટકાવી, બાળપણ બચાવીએ...!
બાળપણ જેવું રહેશે આપણું ઉજળું
ભવિષ્ય બનશે આપણા દેશનું મહેકતું
આ બાળમજૂરી અટકાવી, બાળપણ બચાવીએ...!
