STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

4  

Jagruti rathod "krushna"

Inspirational

બાળનાં આગમન સુધી

બાળનાં આગમન સુધી

1 min
248

રહેશે તારી રાહ જીવનની અંતિમ ક્ષણ સુધી,

કરજે ફતેહ દુશ્મન પર મા ભોમનાં કણ સુધી !


લીધી શપથ દેશ કાજે તું નિભાવી જાણજે,

ના ડગે તારા કદમ રક્તનાં અંતિમ કણ સુધી !


શોર્ય ને વીરતા તનમાં વહે માનાં ધાવણ થકી,

તુજપર રહેશે ઋણ એ આખરની ક્ષણ સુધી !


છે ગુમાન ને ગર્વ ઘણો આ તારી બહાદુરી પર,

વિજય વાવટો લહેરાશે ચોતરફ આંગણ સુધી !


ઊગશે સુવર્ણ પ્રભાત એ સ્વાગત આરતી હાથ,

જીતી આવજે જંગ તું બાળનાં આગમન સુધી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational