બાળ વ્યક્તિત્વ
બાળ વ્યક્તિત્વ
બાળક એ તો પરમાત્માનો,
અવતાર એવો અભિગમ રાખી.
નથી કરતો સરખામણી,
કોઈ બાળક સાથે તેની.
રમત-ગમત ને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં,
રુચિ એની દાખવી,
ઈચ્છા થાય જો એની,
તો ચીકુ બની એ સૌને હસાવતો.
કોઈક દિને ડોક્ટર બની,
સમાજસેવાની ભૂમિકા ભજવતો,
વેશભૂષા ને વાર્તા પ્રતિયોગિતામાં,
ઉત્સાહ ભેર ભાગ લેતો.
ખાખી વેશમાં સૈનિક બનીને,
સરહદ પર દેશ સેવા એ કરતો,
પંજાબી ભાંગડા નૃત્ય કરી,
વિવિધતામાં એકતા અનુભવતો.
પ્રતિદિને વ્યક્તિગત ભિન્નતાના,
પાઠ હું તેને શીખવતો,
રમત ગમતમાં ચપળતા દાખવી,
ઈનામ જીતી લાવતો.
નથી કરતો સરખામણી,
કોઈ બાળક સાથે હું તેની,
સ્વની ઓળખ કરાવી,
વ્યક્તિત્વનો અહેસાસ કરાવતો.
બાળકનું વ્યક્તિત્વ ખીલાવવું,
એજ પ્રયાસ રહ્યો છે મારો,
નથી બનાવતો હું મારા બાળકને,
આ જગતમાં રેસનો ઘોડો.