બાગ
બાગ


રૂડે વિશ્વે, ઉપવન ઘરે, ફૂલડાં બાગ શોભે
સાચી વાડી, જગત ઉપરે, માનવી પુષ્પ રૂપે,
લીલી ક્યારી, હિતકર રમા, માવડી બેન ભાઈ
છોરા છોરી, કુસુમ સુમને, ખીલતા ચારુ ગૃહે,
ને કાંટાળો, ચમન સરસે, તાજ શીરે પિતાજી
ખભે લીધો, ગુલ વતનનો, ભાર ધીરે વડીલે,
ઊંચા નીચા, સમરસ નથી, છોડ એકે બગીચે
નાના મોટા, રમત રમતા, જિંદગીની લકીરે,
ડાહ્યા ગાંડા, ધનિક અદના, છે મહેરામણે આ
રંગે ચંગે, અલક મલકે, જીવતા જીવ રોજે
રૂડે વિશ્વે, ઉપવન ઘરે, ફૂલડાં બાગ શોભે
ગામે ગામે, હમવતનમાં, માનવી છોડ રોપે.