અય જિંદગી
અય જિંદગી
ખરબચડો છે રસ્તો મુજ યાત્રાનો,
જરા સંભાળીને ચાલ
અય જિંદગી...
બાકી સિલક છે ઘણી
મુજ કર્મોની,
જરા ચૂકવીને ચાલ
અય જિંદગી...
ખુબસુરત છે ગલી
મુજ પ્રિયતમની,
જરા થોભીને ચાલ,
અય જિંદગી...
નાજુક છે દોરી
મુજ સંબંધોની,
જરા ઝૂકીને ચાલ
અય જિંદગી...
છ્લોછલ છે થેલો
મુજ વિચારોનો,
જરા મૂકીને ચાલ
અય જિંદગી...