STORYMIRROR

HARSHA MAHESHVARI

Inspirational

4.9  

HARSHA MAHESHVARI

Inspirational

અય દિલ

અય દિલ

1 min
200


અય દિલ,

ચાલને ખુદ સાથે મિત્રતા કરી લઈએ, 

આ જિંદગીના દરિયાને આસાનીથી તરી જઇએ, 


એકલા અટુલા ક્યાં સુધી ચાલશું આ સફરમાં ? 

ચાલને એકમેક સાથે હસ્તમેળાપ કરી લઈએ, 


કડવા ઘૂટડા દે હરપળે સૌ, 

તું સાથે આપે તો બે ચાર ઘૂટડા મિત્રતાના જામના 

કોઈ પાળે બેસી પી લઈએ,


માત્ર રજળપાટ સિવાય કશુંય નથી આ જિંદગી, 

પણ તું અને હું એક થઈ મિત્રતામાં ,

ઈશ્વર તત્વને પામી જઇએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational