અવસર
અવસર

1 min

231
આંગણે ખીલી એક નાજુક કળી ને,
એની કાલીઘેલી વાતો,
માંડવો બંધાયો આંગણે ને,
તોરણિયે ઝૂલે મીઠી યાદો.
હાલરડાંના સથવારે પોઢી,
મીંચી નાની આંખો,
પાંપણ પલળે આજે જયારે,
યાદ આવે આ નજારો.
રુમઝુમ પાયલની છન છનથી,
આખા ઘરમાં રણકાર,
દીવો મારા ઘરનો તું છે,
જેણે ફેલાવ્યો જીવનમાં ઉજાસ.
લક્ષ્મી રૂપે પગલાં પાડજો,
સાસરિયામાં આજે ,
ધન્ય ઘડી છે, આશિષ વરસે,
અશ્રુ ની સંગાથે.