અવસર
અવસર
આવ્યો રે ભાઈ આવ્યો
રૂડો અવસર આંગણે આવ્યો,
મારા તે આંગણે આવ્યો
ખુશીની સોગાદ લાવ્યો,
મારી માતામાં હરખ ન સમાયો
મારા પિતાજીને હરખાવતો,
મારા ભાઈ આંગણે નાચે
મારી ભાભીને નચાવે,
આવ્યો રે દિન આવ્યો
બેનીના લગ્નનો દિન આવ્યો,
અવસર આંગણે આવ્યો
ખુશીની સોગાદ લાવ્યો.
