STORYMIRROR

manoj chokhawala

Tragedy Inspirational

3  

manoj chokhawala

Tragedy Inspirational

અટકી.. ન .. અટકી

અટકી.. ન .. અટકી

1 min
307


બસ અટકી, રેલ અટકી, અટકી નગરોની શેરીઓ;                

મેટ્રો અટકી, બુલેટ અટકી, અટકી વિમાનની ફેરીઓ.             


નીટ અટકી, ગુજકેટ અટકી, અટકી પરીક્ષાઓ સારી;             

મહેનત અટકી, જહેમત અટકી, અટકી વિચારોની ગતિ ન્યારી.    


પ્રગતિ અટકી, મુસાફરી અટકી, અટકી સુખાકારી સારી;   

જાત્રા અટકી, સિરિયલો અટકી, અટક

ી ફિલ્મી દુનિયા પ્યારી.   


શક્તિ ન અટકી, ભક્તિ ન અટકી, ન અટકી કલમ મારી;           

પ્રાર્થના ન અટકી, બંદગી ન અટકી, ન અટકી માનવતા સારી. 


ડેરી ન અટકી, મંડી ન અટકી, ન અટકી સેવા ગૌ માતની;

સેવા ન અટકી, ફરજ ન અટકી, ન અટકી દાનની સરવાણી સહુની.     


હે પ્રભુ! બસ હવે તો એક જ અરજ મારી;                    

સંહાર કરો આ વૈશ્વિક મહામારી સારી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy