STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

અતીતની આરસી થોડી મીઠી

અતીતની આરસી થોડી મીઠી

1 min
262

ક્યારેક ખારો દરિયો તો ક્યારેક મીઠું ઝરણું

છતાં જીવનભર નવી શીખ સૌને આપતું

આ અતીતની આરસી થોડી ખાટી થોડી મીઠી...!


પરિવાર સંગ માણેલી ખુશી હજારો

ક્યારેક એકલતાનો લાગતો બહું મુંઝારો

આ અતીતની આરસી થોડી ખાટી થોડી મીઠી...!


જીવનરૂપી નાવની પરીક્ષાઓ અનેક

એમાં સુખ દુઃખમાં સહભાગી મળે મનેખ

આ અતીતની આરસી થોડી ખાટી થોડી મીઠી...!


જીવનની યાદો મીઠી હરપળ પ્રેરણા આપતી

જિંદગી જીવવા એ તો હરપળ માર્ગદર્શન ભરતી

આ અતીતની આરસી થોડી ખાટી થોડી મીઠી...!


જિંદગી જીવવાના સંગાથી મળ્યા પળ પળ

એને સંગ ખુશીની માણી મીઠી હરેક પળ

આ અતીતની આરસી થોડી ખાટી થોડી મીઠી...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational