અર્પણ
અર્પણ


કર્યું જીવન અર્પણ, બાળપણમાં શિક્ષણના નામે,
ખૂબ ભણ્યા, નથી કોઈ પ્રસંગો માણ્યા, બસ માત્ર ૧૫ વર્ષ શિક્ષણને સમર્પણ.
ફળ્યું મારું આ સમર્પણ અને મળી મને કર્મભૂમિ મારી,
કર્યું ફરી અર્પણ જીવન મારી કર્મભૂમિને સંગ.
ફરી વિસર્યા વતન તણા ઉજવાતા,
પ્રસંગ અનેરા,
મળ્યા છે આનંદ અનેરા, ફરી એક સમર્પણ કેરા.
કર્યું અર્પણ જીવન પતિને નામ,
જોયું સ્વપ્ન, હશે સુંદર શ્યામ,
સંસ્કારી હશે, હશે એની શાન
તૂટયા અરમાન, ગુમાવ્યા સન્માન.
અર્પણ ના ફળ્યું આ વખતે હે નાથ, ના મળ્યો સાજન કેરો સાથ,
પોતાના થયા પારકા આજ,
કોઈ ન આવે આંસુ લૂછવા કાજ.
અચાનક મળ્યો કવિયત્રીનો સંગ,
લાવ્યો જીવનમાં અનેક રંગ,
કર્યું અર્પણ જીવન સાહિત્યને નામ.
મળ્યા એક વાર ફરી માન-સન્માન.
મળે છે હવે અખંડ આનંદઉલ્લાસ, સમર્પિત જીવન લાવ્યું નવી આશ.