અંતરની ઝાંખી
અંતરની ઝાંખી
આ જીવનના ભ્રમને સઘળા તોડાવે અંતરની ઝાંખી,
આ ફેરા એ ચોર્યાશીના છોડાવે અંતરની ઝાંખી.
આખું જીવન ખોયું મારું મારું બોલી ફોગટ મોહી,
આ મારા તારાનો ભેદજ ભૂલાવે અંતરની ઝાંખી.
ધનની લાલચ રાખી લોભી થઈ કર્યા કર્મો સૌ ખોટા,
આ લોભી લાલચને છેદી છેદાવે અંતરની ઝાંખી.
સઘળું મારાથી શક્યજ એ ખોટા માનસમાં ભમ્યો હું,
આ ખોટા મનને હરિહરમાં મીલાવે અંતરની ઝાંખી.
આખું જીવન હું ને તું કરતું રહ્યું મન મિથ્યા જગમાં,
આ હું ને તું નો ભ્રમ તોડી, ખીલાવે અંતરની ઝાંખી.
