Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

અંતરના મોઘમ ઈશારા

અંતરના મોઘમ ઈશારા

1 min
13.2K


અસ્તિત્વના મયખાનામાં રોજ બે-ચાર જામ પીવાય છે,

ને એક દિવસ માટે ફરી પાછું પુનર્જિવિત થઇ જવાય છે.


આ અલમસ્ત ફકીરીની મસ્તી ને આ અલગારી એકાંત,

એકાદ ક્ષણ માટે પણ તારી તરફ થોડુક સરકી જવાય છે.


આમ તો મારી હસ્તી ને હયાતી હોય છે ફક્ત નામની જ,

બાકી વજૂદ મારું સાકી તારા જ અદૃશ્ય માહોલમાં હોય છે.


આકાશ તરફ ઉઠવા વાળી આંગળી હોય ગમે તે કોમની,

અંતરના મોઘમ ઈશારા તો તારી જ તરફ થતા હોય છે.


આ મંદિર આ મસ્જીદ આ ગિરજા ને આ ગુરુદ્વારા જુવો,

મિનારા દરેક ઢાંચાનાં એકજ આકાશમાં વિલીન થતાં હોય છે.


જે જગ્યાએ આ ઢાંચા પુરા થાય છે સમજી લે "પરમ",

ત્યાંથી જ અસલી ને અલગારી "પાગલ"પન શરુ થતા હોય છે.


Rate this content
Log in