STORYMIRROR

Pravina Avinash

Inspirational

2  

Pravina Avinash

Inspirational

અંતર

અંતર

1 min
13.9K


અંતર પ્રેમે ઉભરાય બંધ બાંધશો મા

પ્રેમ સઘળે ફેલાય તેને રોકશો મા

તેની ઉપેક્ષા ભૂલથી કદી કરશો મા

છરી ઓજર લઈ તેને ચીરશો મા

આધુનિકતાનો આંચળો ઓઢાડશો મા

તેની ગુપ્તતા કદી કોઈને કહેશો મા

વૈજ્ઞાનિકતામાં કદી ખપાવશો મા

દાધારંગી પ્રેમીને કદી પજવશો મા

દુનિયાને ત્રાજવે ભલાને તોલશો મા

અંધ શ્રદ્ધામાં પછી તેને ડૂબાડશો મા

ઘેલો કહી તેની ઠેકડી ઉડાડશો મા

પ્રેમ અવિરત વહે ઉપેક્ષા કરશો મા

પ્રેમ કે પ્રેમીની આંતરડી કકળાવશો મા

ગેરમાર્ગે બળજબરીથી તેને દોરશો મા

ભક્તિભાવથી અળગો કદી માનશો મા

પ્રેમ અંતરની મૂડી સંકોચ રાખશો મા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational