અંત નથી
અંત નથી
આવરદા બનાવી ઉજળી,
એમ હારી જાવામાં રંજ નથી,
શમણાં સજાવી જીવો,
વ્હાલા મહેનતનો આમ કંઈ અંત નથી.
અજય આત્માનો વેગ અજોડો,
અંતર આમાં ક્યાંય શેષ નથી,
શોધ્યા ના કર મન માપીલું,
ખરો એમાં કોઈ વેત નથી.
દુનિયા અદીઠી ભૂલભુલામની,
ઘડી ગુમાવવી વેજ નથી,
દોડ્યા કર તું સ્વગત ધુને,
આ સર્વ સમભાવ આજ એમ નથી.
દરિયો વિશાળ તો બહુ બધો છે,
પણ મોજા સિવા કોઈ સાથ નથી,
ખરા લોકનુંય એવું જ થઈ પડ્યું,
હવે સુનનારા બહુ કાન નથી.
અખિલ બ્રહ્માંડનો નાથ રાખે તેમ,
આ જન્મારે રહીયે ભાવેશ,
ક્ષણો ઘણી એ અલ્પ પડી આ,
અલૌકનો કદી કોઈ અંત નથી.
