અનોખું બંધન
અનોખું બંધન
અનોખી દોસ્તી અનોખો પ્રેમ થઈ ગયો,
કેમ જાણે એમ ને એમ ખૂબ થઈ ગયો.
ડર થયો દૂર મૈત્રીના અલગ અંદાજથી,
સિલસિલો સંગાથનો અદભૂત થઈ ગયો.
ભ્રમણાંઓ મટી ગઈ આ મસ્ત સફરમાં,
લગાવ લાગણીઓ થકી ભરપુર થઈ ગયો.
ગાઢ વનનો અંધાર ને બિહામણા અવાજો,
તોયે ખડખડાટ હાસ્યનો ફુવાર થઈ ગયો.
જનલોકમાં હતી ન જેટલી સુરક્ષિત જિંદગી,
વાનરદેહની સંગે મૂકત શ્વાસ તાર થઈ ગયો.
