STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational Others

3  

Dr.Riddhi Mehta

Inspirational Others

અનોખું બંધન

અનોખું બંધન

1 min
423

ઓ મારાં વ્હાલાં વીરા,

તું શા કાજે ઉભો છે આમ ?

આ જો તારી નાનકડી બેનડીએ,

ઝાલ્યો છે તારો હાથ.


આ કંઈ સ્વાર્થનું બંધન નથી,

એને તોડવાનો કોઈમાં દમ નથી,

સાથે જ રમશું, ને મોટાં થઈશું,


સમાજની રસમોને કારણે,

ભલે જુદા થઈશું,

આપણે થશું ભલે નોખાં,

પણ આપણાં મન રહેશે,

સદા લાગણીનાં ભુખ્યા.


તું મોટો થઈને શા કાજે મુંઝાય ?

હાથ પકડ આ નાની બેનડીનો,

બધાં પ્રશ્નોનાં હલ થાશે.


ભલે જઈશ તને છોડીને સાસરે,

પણ મારૂં મન તને,

કદીય નહીં વિસારે !


જરૂર પડે એકબીજાનો સથવારો આપશું,

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સદા અજવાળશું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational