અનિલ- અનલ
અનિલ- અનલ
અનિલને અનલથી મળવાનું થયું.
પ્રકૃતિ ભિન્ન તોય ભળવાનું થયું.
હતો એ શીતળ મંદને સુગંધિત,
અસ્તિત્વ એનું ઓગાળવાનું થયું.
બની ગૈ ધૂમ્રસેર અગન સંગાથે,
ગુમાવી નિજતાને ટાળવાનું થયું.
ભભૂકી ઊઠી આગ સાન્નિધ્યમાં,
અગનઝાળે ખુદને બળવાનું થયું.
અનિલ અનલનું હસ્તધૂનન કેવું!
નિભાવી મિત્રતાને નમવાનું થયું!
