અંધાપો
અંધાપો
અંધાજનોની અનોખી દુનિયા
રંગોનુ અસ્તિત્વ ખોવાઈ ગયા
સહારાથી જીવન જીવી રહ્યા
એવા વર્ષો ને વર્ષો વીતી ગયાં
કર્મનો આ ખેલ ખુબ નિરાળો
કારણ વગર ક્યાં ભરાય મેળો ?
અંધાપો સહન કરવાની શક્તિ
આ દિવ્યાંગ આત્માઓને મળો
ભલે હોય વિકૃતિ મળી અદભુત શક્તિ
કલા સાધનામાં તેમની અનોખી ભક્તિ
આંખોથી ના હોય જોઈ શકતા
અંતરમનની દૃષ્ટિ તરત પામી જતાં
મેં તો જોયાં છે અંધ સજ્જન એવાં
એકલા દૂર પ્રવાસ કરે આંખોથી લેવાં ન દેવા
લાકડી એક સહારો મનના નયનો કાફી
જરુર છે પોતાને પણ કરે પરની સેવા
વાત કરું હવે આંખો વાળાં અંધની
કરુણા મરી ખરાબ દૃષ્ટિ તેવીજ કરણી
કાચા રાખી કાનચશ્મોં બીજાનો પહેરે
જેનો ચશ્મોં તેની દૃષ્ટિ મનનું ક્યાં સાંભરે ?
અંતરમનથી જોયા કર તટસ્થ રાખ મન
દૂર દૃષ્ટિ રાખી સાંભળ મનનું મળશે ચેન
હે વિધાતા તું જ તો છે સૌનો સહારો
પરિપૂર્ણ કે દિવ્યાંગ તું સર્જનહાર મારો
