અંદાજ ના આંક
અંદાજ ના આંક
હસતા ચહેરા પરથી
આમ માનવીની ખુશીનો
અંદાજ ના આંક.
માનવીનાં લોભામણા શબ્દોથી
આમ એના વિશ્વાસુ હોવાનો
અંદાજ ના આંક.
ઠાલા વચનો અને વાયદાઓ કરતા
માનવીના મીઠા શબ્દોથી એની વફાદારીનો
અંદાજ ના આંક
પહેરી વસ્ત્રો સાધુ સમ
મન સંસારી હોય
આમ લિબાસ પરથી
માનવીના ચરિત્રનો
અંદાજ ના આંક
સફેદ હંસ મોતી ચરે
સફેદ બગલો ખાય માછલી.
આમ ચામડીનો રંગ જોઈ
માનવીની કિંમતનો
અંદાજ ના આંક.
