અમુલ્ય દોસ્તી
અમુલ્ય દોસ્તી


મિત્રોની ભાઇબંધી એતો ઉપવનના ફુલ,
મિત્રોનુ મિલન, એ તો ધૂળેટીના રંગો,
મિત્રોનો સંગાથ, એ તો મેઘધનુના રંગ,
મિત્રોની મદદ, એ તો ધૂપમાં છાવ,
મિત્રોની હૂંફ, એ તો શિયાળાનો તાપ,
મિત્રોની મશ્કરી, એ તો વાદળનો ગડગડાટ,
મિત્રોની મસ્તી, એ તો સમયની કૃસ્તી,
મિત્રોની ટોળકી, એ તો આકાશના તારલા,
મિત્રોના ઉપનામ અનેક સ્નેહી, સખા ને દોસ્ત,
મિત્રોનો સંબંધ, એના કોઇ ના બંધન,
મિત્રોની ભેટ, સહી સલામત રહે સદા,
મિત્રોની ભાઇબંધી એતો ઉપવનના ફુલ.