અમસ્તું
અમસ્તું
જીવન એવું જીવાતું હોય છે ક્યારેક
અમસ્તું વગર મોતે મરાતું હોય છે,
વાયુ વેગે વાહન ચલાવી ક્યારેક
અમસ્તું વગર મોતે મરાતું હોય છે,
સુખ સાયબીમાં અંધ બની ક્યારેક
અમસ્તું રંકના ઘરને મરાતું હોય છે,
જોર જુલમથી દિલ લઈને ક્યારેક
અમસ્તું દિલને દિલથી મરાતું હોય છે,
એકમેકનો વિચાર કરી લો ક્યારેક
અમસ્તું ક્યાંકને ક્યાંક મરાતું હોય છે,
જીવનમાં દર્દ એવું હોય છે ક્યારેક
'વાલમ' ચહેરા પર ક્યાં કળાતું હોય છે.
