અમૃત રૂપી ફળ મળશે સદા
અમૃત રૂપી ફળ મળશે સદા


જિંદગીની આ ભાગદોડ ભરી જિંદગીમાં
શ્રમ સાથે કરી દોસ્તી આગળ વધીએ સદા
અમૃત રૂપી ફળ મળશે સદા...!
સત્ય અને અસત્ય જિંદગીની લડાઈ
તેમાં સત્યની સાથે રહીએ સદા
અમૃત રૂપી ફળ મળશે સદા...!
માન અને અપમાનની થતી હોંશિયારી
સૌ સંગાથે માન ભર્યું વર્તન સદા
અમૃત રૂપી ફળ મળશે સદા...!
જીવનરૂપી નૈયા સુખદુઃખથી ભરેલી
એમાં ધીરજ ધરવા પ્રયત્ન કરજો સદા
અમૃત રૂપી ફળ મળશે સદા...!
સમાજમાં ચારેકોર ઊંચ નિમ્નના ભેદ
તે ભેદથી આપણે રહીએ દૂર સદા
અમૃત રૂપી ફળ મળશે સદા...!