અમે વહી ના શક્યા
અમે વહી ના શક્યા
તમે તો ભીતરી વેદનાને શબ્દોમાં ચીતરી શક્યા,
અમે તો વેદનાને વ્યક્ત ના કરી શક્યા,
તમે તો પીડાની પોટલી છોડી,
જાત ને આનંદમય બનાવી શક્યા,
અમે દુઃખોની ગાસડીને માથે લઈ ફરતાં રહ્યાં,
તમે તો જાતથી અળગા થઈ,
બમણા થઈ ગયા,
અમે તો આ દુનિયાની ભીડમાં અમારી જાતને ભૂલતાં રહ્યાં,
તમે તો સુકર્મોનાં રૂમાલથી,
જીવનના દર્પણનાં દાગ સાફ કરતાં રહ્યાં,
અમે તો જીવન દર્પણ ને વધારે મેલું કરતાં રહ્યાં,
તમે તો ગઈકાલને ભૂલી,
સમયના પ્રવાહ સાથે વહેતાં રહ્યાં,
અમે તો સ્થિર બનીને જોતાં રહ્યાં,
જિંદગીનાં પ્રવાહ સાથે અમે વહી ના શક્યા.
