અમે કરીશું પ્રેમ
અમે કરીશું પ્રેમ
રાત દિવસની રાહ જોવી કેમ.
સવાર સાંજ અમે કરીશું પ્રેમ,
હાથની હથેળીમાં લઈને વ્હેમ
હર હંમેશ અને કરીશું પ્રેમ,
ઘેલા બનવાનું મૂકીને હેમખેમ
સાથે રહીને અમે કરીશું પ્રેમ,
જલસા વગરની વાતની જેમ
કશુંક મેળવીને અમે કરીશું પ્રેમ,
મનની શાંતિ ને યાદની મુલાકાત
અમે મળીશું વાત થશે યાદગાર,
સમજી વિચારીને પહેલાની જેમ
સૌને સાથે રાખીને અમે કરશું પ્રેમ.
