અમે જઈશું નિશાળે
અમે જઈશું નિશાળે
અમે જઈશું નિશાળે મનોમનથી
અમે જઈશું શાળા એ વિદ્યાના નામથી,
અમે ભણશું ત્યાં રોજ રોજ
શીખીશું દરરોજ,
અમે બધા વિષયોને શીખીશું
ને વિષયોને સમજમાં લેશું
અમે જઈશું ..
ભૂગોળ હોય કે હોય ઈતિહાસ
સાથ સાથ વાંચશું
કોયડા હોય કે હોય કોમ્પ્યુટર સાથ સાથ ઉકેલશું
અમે જઈશું..
ગણિત હોય કે હોય જ્ઞાન સમજીને કરશું વિચાર
અમે જઈશું..
ભાષા હોય ને હોય વિચારનો સાથ
સાથે સાથે યાદ રાખશું
અમે જઈશું.
