STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

અમે એકમેકમાં ઓગળી ગયા

અમે એકમેકમાં ઓગળી ગયા

1 min
365

એની સંગાથમાં દિવસો વીત્યા,

અમે તો જાણે જગ જીતી ગયા.


મળ્યો એનો સાથ ને સુંદર સહકાર,

જાણે ! ધરતી પર જન્નત પામી ગયા.


મળ્યો એનો એવો અદભુત પ્રેમ,

કે એની સામે અમારું દિલ હારી ગયા.


હવે ક્યાં કશુંય જોઈએ છે મને,

પ્રેમમાં સઘળી ખુશીઓ પામી ગયા.


મળી ગયો એનો સાચો સ્નેહ તો,

લાગ્યું એવું કે જાણે ઈશ્વર પામી ગયા !


દિવસો વીત્યા ને મજબૂત બંધન થયું,

અમે જાણે એકમેકમાં ઓગળી ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance