STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

અમે આંસુ વહાવી નાં શક્યા

અમે આંસુ વહાવી નાં શક્યા

1 min
313

તમે તો ભીતરી વેદનાને શબ્દોમાં ચીતરી શક્યા,

અમે તો આંસુથી પણ વેદનાને વ્યક્ત ના કરી શક્યા.


તમે તો પીડાની પોટલી છોડી. જાતને આનંદમય બનાવી શક્યા.

અમે દુઃખોની ગાંસડીને માથે લઈ ફરતા રહ્યા.


તમે તો જાતથી અળગા થઈ, બમણા થઈ ગયા.

અમે તો આ દુનિયાની ભીડમાં અમારી જાતને ભૂલતા રહ્યા.


તમે તો સુકર્મોના રૂમાલથી, જીવનના દર્પણનાં દાગ સાફ કરતા રહ્યા.

અમે તો જીવન દર્પણને વધારે મેલું કરતા રહ્યા.


તમે તો ગઈ કાલને ભૂલી, સમયના પ્રવાહ સાથે વહેતા રહ્યા.

અમે તો સ્થિર બની ને જોતા રહ્યા.

જિંદગીના પ્રવાહ સાથે અમે વહી ના શક્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy