અમારું પેન્શન
અમારું પેન્શન
જોને કેવા કેવા નાટક કરે છે ?
અમારા પેન્શન માટે અખાડા કરે છે
જીવનભર કરી હતી સેવા કંપનીની
પેન્શન માટે કેવા ટટળાવે છે,
જોને કેવા કેવા નાટક કરે છે ?
હક્કની લડાઈને કોર્ટમાં રજૂ કરે છે
ખોટી રજૂઆત કરીને અમારા હક્ક દબાવે છે
ચૂકાદો તો કેવો આપે છે ન્યાયમૂર્તિઓ
એક હજારમાં મહિનો ચલાવો એમ કહે છે,
જોને કેવા કેવા નાટક કરે છે ?
આપણાં જ ફંડ અને આપણા જ રૂપિયા
વહીવટ પણ તેઓ કેવા કેવા કરે છે !
ધક્કા ખવડાવે છે પેન્શન માટે વૃદ્ધોને
અમને એક હજાર ને તેઓ ફૂલ પેન્શન લે છે,
જીવી તો જુઓ મહિનો રૂપિયા એક હજારમાં
તમે ખર્ચો પણ દિવસના હજાર કરો છો
ના હેરાન કરો હવે વૃદ્ધોને આ મોંઘવારીમાં
અમારાં પેન્શન માટે આંખોમાંથી પાણી લાવે છે,
જોને કેવા કેવા નાટક કરે છે !
