Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Children

અમારે પણ પરીઓના દેશમાં જવું

અમારે પણ પરીઓના દેશમાં જવું

1 min
364


દફતર અમારું થોડું હળવું કરો ને,

અમને પણ ગિલ્લી દંડા,પકડ દાવ રમવા દો ને,

ના કોઈ અમને રોજ ટોક ટોક કરો,

ના હોમવર્ક માટે દબાણ કરો,

ખુલ્લી હવામાં અમને પણ શ્વાસ લેવા દો ને.


દાદા દાદી પાસેથી અમને પણ પરીકથા સાંભળવી છે,

અમને આ પરીઓના દેશની સફર કરવી છે,

અમને પણ આ જલસો કરવા દો ને.


અમારે પણ બાગે જઈ

પતંગિયાની જેમ દોટા દોટ કરવી છે,

ફૂલોનો સ્પર્શ કરવો છે,

લસરપટ્ટી ખાવી છે.


આ માટી સાથે દોસ્તી કરવી છે,

કોચિંગ ક્લાસ ટ્યુશન ક્લાસમાંથી,

અમને મુક્તિ આપો ને,

ફરિયાદ અમારી સાંભળો.


અમારે ક્યાં હીરા મોતી ઝવેરાત જોઈએ છે,

બચપણની મોંઘી મિરાત જોઈએ છે,

બસ થોડું હરવા ફરવા કૂદવા અમને આપો ને,

અમારે તો મુક્ત ગગનના પંખી બનવું છે,

આમ પિંજરમાંથી મુક્ત કરો ને.


Rate this content
Log in

Similar gujarati poem from Children