STORYMIRROR

Bharat Darji Aabhas

Romance Inspirational

3  

Bharat Darji Aabhas

Romance Inspirational

અલગારી પ્રેમ...

અલગારી પ્રેમ...

1 min
27.8K


અધકચરી આવડત છે મારી, 

મને નથી આવડતો સીધી લીટીનો પ્રેમ.

નથી આવડતો ઝાકમઝાળ વારો પ્રેમ.

બસ આવડે છે ફકીર માફક અલગારી પ્રેમ...

પણ આ મારા પ્રેમને જાણવા માટે પણ તારે અલગારી બનવું પડે...

સાવ નફ્ફટ સવાલો હોય છે મારા,

અને સાવ અણછાજતું વર્તન. 

અને તું જાણે છે છતાંય મને ચાહે છે.

એ તારી મહાનતા છે.

જિંદગીને પ્રસાદી માની છે.

મારા એકલાનો થોડો હક છે.

એ પણ આ પ્રસાદીનાં ભાગીદાર છે. 

એ એની નિયતિ લઈને આવ્યા છે.

હું માત્ર વહેંચી રહ્યો છું, કોઈ પણ જાતની અપેક્ષા વગર.

પ્રેમ પ્રસાદ... આવ આપણે સાથે મળીને વહેંચીએ....

વચન કેવા?

એમજ વિશ્વાસ હો

જિંદગી ભર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance