STORYMIRROR

nidhi nihan

Inspirational Others

4  

nidhi nihan

Inspirational Others

અલગારી ક્ષણ

અલગારી ક્ષણ

1 min
265

ઓઝલ કેસરિયા પ્રકાશે સૂરજ આથમવા તૈયાર હતો,

ચોમેર આલ્હાદક સુવાસે ઠંડાગાર સમીર પ્રહાર હતો,


અનન્ય લોકની આવન જાવન છતાં એકાંત સંગ ભળ્યો,

બાંકડે બેઠા બે દેહમાં અંતરે એકાકાર સ્નેહનો ભાર હતો,


શું કહેવુ શું ના કહેવું શબ્દોની બારાખડી ઉથલપાથલ થૈ,

નિ:શબ્દ રહેવામાં વીત્યો સમય મૌન કવનનો આર હતો,


હૈયૈ લાગણીભર્યો સાગર અફાટ વહેતો બંને તરફ છતાં,

શાંત ચિત્તની સરીતાસમ સમજદારીનો દૌર અપાર હતો,


સાત જન્મોના નાતે બંધાવા વચનો ક્યાં આપવાની જરુર,

સાંજ ઈશ તણા આશિષ સમ એમનો સંગ ઉપહાર હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational