STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

અલબેલી છોકરી

અલબેલી છોકરી

1 min
324

દિલમાં ઉત્સાહ જગાવી ગઈ,

અજાણી અલ બેલી છોકરી,


સાંસોના તારને ઝંકૃત કરી ગઈ એ છોકરી,

મોસમનો પહેલો વરસાદ બની ભીંજવી ગઈ,


અજાણી અલબેલી છોકરી,

કેટલાય કામણ કરી ગઈ એ છોકરી,


હોઠ એના જાણે કમળની પંખૂડી,

બોલે તો મોતી ઝરે,


કુદરતે આપ્યું રૂપ એને ખોબલે ભરી,

ઋતુઓની એ છે રાણી,


અપ્સરા પણ એની પાસે ભરે પાણી,

એ તો રૂપ રૂપના અંબાર સમી રાણી,


એની સુંદરતા સૌએ વખાણી,

ખુશીઓની કરે એ લ્હાણી,


વિશ્વની તમામ સુંદરતા એમાં સમાણી,

મીઠી મધુર છે એની વાણી,


મને મળી એક છોકરી અલબેલી અજાણી,

રહસ્ય ભરેલી લાગી મને એની આંખો મજાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance