અલબેલડી
અલબેલડી
કેવો થયો ફેબ્રુઆરીમાં લગાવ અલબેલડી,
સ્નેહ થકી તું શબ્દોને સજાવ અલબેલડી,
થયું ઉર પ્રસન્નને ભાવઝરણ ફૂટી રહેનારું,
તારાં નયનથી નયનને મિલાવ અલબેલડી,
છે ' વેલેન્ટાઈન ડે ' તું પણ પુષ્પવત ખીલતી,
હવે ગીત પ્રેમ કેરું સંભળાવ અલબેલડી,
ના રહ્યું અંતર પરસ્પર થયાં કેટલાં વિનોદી,
શકેને હશે કંદર્પનો કોઈ પ્રભાવ અલબેલડી,
સૌરભ પ્રસરી રહી રાતરાણી સુગંધિત બની,
મીઠા શબ્દો થકી મુખ મલકાવ અલબેલડી,
મદનરતિ સમાં ભાસતાં ઊભય હૈયાં જોને !
પ્રેમવારિ થકી તું આજે ભીંજાવ અલબેલડી.

