STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અખબારનું સપનું

અખબારનું સપનું

2 mins
233

હું તો એક છાપુંં.

દિન દુનિયાની ખબર સૌને આપુંં.

કોઈ મને છાપું કહે કોઈ મને અખબાર કોઈ સમાચાર પત્ર કહે આમ કેટલાય મારા નામ.

રોજ બરોજની માહિતીથી લોકોને માહિતગાર કરવાનું મારું કામ.

જુવો ! મારું કેટલું છે ! માન સન્માન.


લોકોની સવારની ચ્હા સાથે છે મારું સ્થાન.

દેશ દુનિયાની ખબર હું આપું.

ખેલ મહોત્સવ અને બજેટથી માહિતગાર કરું હું.

સોમવારે ધાર્મિક પૂરતી

મંગળવારે સ્ત્રી વિશે પૂરતી.

બુધવારે વાર્તા અને હેલ્થની માહિતી.

આમ ગૃહિણીના જમવાના મેનુની જેમ

સાતેય દિવસ અલગ અલગ છે મારું મેનુ.


સવારના તો એક મહેમાનની જેમ મારી આતુરતા હોય લોકો ને

ઊઠી ને પહેલે મારી સંભાળ લે લોકો.

પહેલા હું આવું પુરુષોના હાથમાં 

બપોરે ફુરસદ સમયમાં આવું હું સ્ત્રીઓના હાથમાં.

સાંજ પડતાં તો હું પસ્તી બની જાઉં.

કચરાના ડબ્બામાં ભરાઈ જાઉં.


હું પૂછું મારી જાત ને કેમ ! એક જ દિવસનું મહત્વ મારું ?

હું અને આ લાઇબ્રેરીમાં પડેલી બૂક એક જ મા ના સંતાન. 

શું ફરક મારા અને એનામાં ?

કર્યો સવાલ મે મારી જાત ને 

જવાબ મળ્યો મને.

બૂક છે મજબૂત અને હવાની લહેરખી પણ મને ઉડાવી જાય એવું નબળું મારું મનોબળ.


ફક્ત એક જ દિવસની માહિતી આપું લોકો ને.

આ પુસ્તક આપે જીવનભરનો સંદેશ.

મારું એક સપનું છે.

બૂક બની લોકોના કબાટ અને હૈયામાં વસવાટ કરવો છે.

હું છું અખબાર પણ હવે બૂક મારે બનવું છે.

લોકોની જિંદગીનો અતૂટ હિસ્સો મારે બનવું છે.

જો ને સમજાવે અખબાર આ જિંદગીનો ધ્યેય.

પળ પળ પ્રતિ પળ અપડેટ થતાં રહો.

પાણીના રેલાની જેમ વહેતા રહો.

લોકો ને ઉપયોગી થતાં રહો.

અખબારની જેમ ટૂંકી છે જિંદગાની.

હર પળ મોજ માણતા રહો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational