અજાણ્યું પોતાનું
અજાણ્યું પોતાનું
હતી તેને અવઢવ,
મને પણ રોમાંચ તો ખરો જ,
જગ્યા હતી જૂની,
પણ અહેસાસ કંઈક નવો જ.
અનાયાસે થયો સંસર્ગ,
હતી વ્યક્તિ અજાણી,
સ્થાન હતું તેજ પણ,
સાથ કંઈક નવોજ.
થઈ શરૂવાત એવી જ્યાં,
અંત ભણવા જઈ રહ્યો મારો,
હાથ પકડી તેમને,
આપ્યો ક્ષણિક સથવારો,
શીખવાડ્યું રડતા મને,
ને ઠાલવતા બહાર દર્દનો દેકારો,
બનાવી હળવો,
લૂંછી આંખો, આપ્યો સહારો,
હતા જરૂર અજાણ પણ,
લાવ્યા જિંદગીમાં બહારો,
સમજાવી મતલબ જીવનનો,
દૂર કર્યા માનસિક વિકારો,
આભારી છું તે અજાણ્યા વ્યક્તિનો,
જેને મને ના આપ્યો ઝાકારો,
વગર સ્વાર્થે સમજાવ્યું,
છું અજાણ્યો, ને છું પોતાનો.