અજાણ્યો મુસાફર
અજાણ્યો મુસાફર
જુના શહેરમાં ઘુમતા ઘુમતા,
એક મુસાફર અટવાયો,
ગલીમાં ગલી, ને ગલીમાં ગલી,
જોઈ ને એ મુંઝાયો,
પૂછતા પૂછતા બહાર નીકળતા,
બીજી ગલીમાં અટવાયો,
ગીત, સંગીત ને મુજરા જોઈને,
એ બહુ ગભરાયો,
એ ગલીમાંથી બહાર નીકળતા,
એનો હાથ પકડીને ખેંચાયો,
હાય, ચીકને !, ઘુમને આયા ?,
એવો અવાજ સંભળાયો,
જોયું ગલીમાં, બદનામ બસ્તી,
એક રૂમમાં ખેંચાયો !,
એટલામાં તાલી પાડતો હાથ પડ્યો,
એણે મુસાફરનો હાથ છોડાવ્યો,
એય, સુંદરી,છોડ દે ઉસકો,
ક્યું ઉસે ફસાયો ?
એ બચાવનાર,
બીજો કોઈ નહીં,
એક કિન્નર હતો..
