અહંકાર
અહંકાર


થાય ક્યારેક મનમાં જરા અભિમાન,
હોય જગમાં જ્યારે આપની શાન,
મળતું હોય ચારે બાજુથી માન.
યાદ કરજો પહેલા કંસ ને, રાવણ ને
માટીમાં મળી ગઈ અંતે એની શાન,
કારણ હતું એને તાકાતનું અભિમાન.
ના આવે યાદ રામાયણ કે મહાભારત,
એક વાર જજો સ્મશાન ઘાટ કે કબ્રસ્તાન,
જેને હતું કોઈ ને કોઈ અભિમાન,
એ રાખ બની કરી રહ્યા આરામ.
લાખો આવ્યા લાખો ગયા,
કોઈની કોઈ નિશાની ન રહી જગમાં,
બીજા માટે જીવનાર અમર થયા જગમાં.