અહંકાર ના કરશો કોઈ
અહંકાર ના કરશો કોઈ
સંજોગો અને પરિસ્થિતિ એક સરખી ક્યાં રહે છે સદા !
બપોરે આગ ઓકતો પ્રખર તપતો સૂરજ,
સાંજે અસ્ત થાય છે,
સૂરજનું અભિમાન ઓગળી જાય છે,
ભયંકર બિહામણી ડરામણી રાત,
પણ સૂરજનું આગમન થતાં,
ગબડી જાય છે,
રાતના અહંકાર ચૂર ચૂર થઈ,
સવારનો ઉજાસ ચારેકોર ફેલાય છે,
ભયંકર તબાહી મચાવતો પવન,
ઘડીબેઘડીમાં તહસ નહસ કરી નાખે,
એને પણ થંભી જવું પડે છે,
એને પણ શાંત અને ધીરગંભીર બનવું પડે છે,
બેકાબૂ બનતો દરિયો તોફાન મચાવે,
મોજાને પણ ઊંચા ઉછાળી,
બરબાદી કરે,
પણ સમય જતાં,
એને પણ ઠાવકુ અને સમજદાર બનવું પડે,
યુવાનીમાં અહંકારમાં રાચતો યુવાન,
વૃદ્ધાવસ્થા આવતા,
શાંત અને ધીરગંભીર બની જાય છે,
સમય અને પરિસ્થિતિ બદલાતા,
વાર નથી લાગતી,
અહંકારના ચૂરે ચૂરા થઈ જાય,
અક્કડ ઊભા કાળમીંઢ પથ્થરને પણ આ પાણી પીગળાવે,
એના અહંકારના લીરેલીરા ઊડાડે,
અહંકાર હંમેશા વિનાશને નોતરે છે,
અહંકાર ના કરશો કોઈ.