STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અહંકાર ના કરશો કોઈ

અહંકાર ના કરશો કોઈ

1 min
337

સંજોગો અને પરિસ્થિતિ

એક સરખી ક્યાં રહે છે સદા !

બપોરે આગ ઓકતો

પ્રખર તપતો સૂરજ

સાંજે અસ્ત થાય છે

સૂરજનું અભિમાન

ઓગળી જાય છે


ભયંકર બિહામણી ડરામણી રાત

પણ સૂરજનું આગમન થતાં

ગબડી જાય છે

રાતના અહંકાર ચૂર ચૂર થઇ

સવારનો ઉજાસ ચારેકોર ફેલાય છે


ભયંકર તબાહી મચાવતો પવન

ઘડી બેઘડીમાં તહસ નહસ કરી નાખે

એને પણ થંભી જવું પડે છે

એને પણ શાંત અને ધીરગંભીર બનવું પડે છે


બેકાબૂ બનતો દરિયો તોફાન મચાવે

મોજાને પણ ઉચા ઉછાળી બરબાદી કરે

પણ સમય જતાંએને પણ

ઠાવકુ અને સમજદાર બનવું પડે


યુવાનીમાં અહંકારમાં રાચતો યુવાન

વૃદ્ધાવસ્થા આવતા

શાંત અને ધિર ગંભીર બની જાય છે

સમય અને પરિસ્થિતિ બદલાતા

વાર નથી લાગતી

અહંકારના ચૂરે ચૂરા થઈ જાય


અક્કડ ઉભતા કાળમીંઢ પથ્થરને પણ

આ પાણી પીગળાવે

એના અહંકારના લીરેલીરા ઉડાડે

અહંકાર હંમેશા વિનાશને નોતરે છે

અહંકાર ના કરશો કોઈ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational