STORYMIRROR

Sejal Ahir

Romance

4  

Sejal Ahir

Romance

અહેસાસ તારો

અહેસાસ તારો

1 min
348

પળ પળ અહેસાસ તારો ઝંખતી હતી,

મિલનની વેળાએ મુખડું મલકાવતી હતી,


કેવો વળાંક લઈને ઊભી રહેશે જિંદગી,

પ્રણયના કાંટાળા પંથમાં ચાલતી હતી,


વિરહ અને વિયોગ હવે નથી સહેવાતો,

અંતરનાં કોઈ ખૂણે યાદોને વસાવતી હતી,


રૂખી સુખી રણ જેવી બંજર જિંદગીમાં,

એક બુંદ ખુશી માટે પળે પળે તરસતી હતી,


પ્રણયનું વાવાઝોડું નાજુક દિલમાં ત્રાટક્યું,

વરસાદના ટીપે ટીપે પ્રેમને ભરાવતી હતી,


વિલોપાત શાને કરવો પડે છે મારે વાલમ,

પ્રેમના શબ્દોમાં "ભાવેશ"ને લખાવતી હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance