અધુરૂં મિલન
અધુરૂં મિલન
મારા મનમાં છો તું,
તારા દિલમાં છું હું,
તુજને મળવાની ઈચ્છા થઈ જાય છે.
ડરે છે દુનિયાથી તું,
રોજ વાયદા તોડે છે તું,
મનમાં કાયમ નિરાશા વ્યાપી જાય છે.
છૂપાઈને આવે છે તું,
દોડીને આવું છું હું,
મુજને જોઈ તુ પવનવેગે દોડી જાય છે.
પ્રેમમાં તડપે છે તું,
તરસાવે છે મુજને તું,
વિરહના આંસુ રોજ છલકાઈ જાય છે.
દિલની છે ધડકન તું,
શ્ચાસોની સરગમ છું હું,
મારા પ્રેમનો સૂર બેસૂરો થઈ જાય છે.
પ્રેમનો રાગ છે તું,
"મુરલી"ની તાન છે તું,
છતાં મિલન હમેશા અધુરૂં રહી જાય છે.

