Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Romance Others

3  

Dr.Riddhi Mehta

Romance Others

અધુરી પણ મધુરી ચાહત

અધુરી પણ મધુરી ચાહત

1 min
399


એક દિવસની અનોખી વાત છે,

હસીન બનાવી દે એવી એ નિરાલી વાત છે.


જોયા હતા મે એમને દૂરથી અનાયાસે,

આંખોથી આંખો મળી વગર કોઈ પ્રયાસે,


છલકાતુ હતુ એક નિર્દોષ સ્મિત એ હોઠો પર,

એક મોહક સ્નેહ પથરાઈ ગયો મારા એ ગાલ પર.


થયું કે આતો એક નજર મળ્યાની વાત હતી,

ભૂલી જવાશે ઘડીમાં, એ જવાનીની ઉડાન હતી.


એક વાર મળ્યા ને રોજ જોવાની ફક્ત ચાહ છે,

બસ મળી જાય કોઈ મોકો એની હવે વાર છે.


હાલત મારી જ નહોતી એવી કે હુ જ છું નિરાધાર,

તે પણ બન્યો જ છે ને મારા એ કાતિલ પ્રેમનો શિકાર.


ના કોઈ પામવાની ચાહત છે કે ગુમાવવાનો ડર,

બસ તેને જોયા કરૂ એવો જ મારો છે પ્રિયતમ,


ના એને કહ્યું, ના મે કહ્યુ, ના કોઈ મિલનની વાત,

એકબીજાને મન મુકીને ચાહ્યા કર્યું એ છે અનોખી વાત.


આજે. વર્ષો વીતી ગયા, ના એક થયાં ના જુદા,

બંનેના જીવનસાથી અને મંઝિલ છે નિરાલા.


આજે ફરી અનાયાસે એક મુલાકાત થઈ,

નયનો સાથે નયન મળ્યાની એ વાત થઈ.


એ ચાહત હજુ અકબંધ હોવાનો આભાસ થયો,

પળોમાં તો અખુટ લાગણીઓનો મધુરો અહેસાસ થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance