STORYMIRROR

CHIRAG R K

Romance

3  

CHIRAG R K

Romance

અધુરી કહાની

અધુરી કહાની

1 min
288


દાદ દઉં છું હું મારા દિલને, "જે"

તમને ખુશ જોઈને, મંદ મંદ મરકે છે, ..!


સમજે છે એ વાયરાની દિશાને,

એટલેજ તમને ખુશ જોઈને, મંદ મંદ મરકે છે, ..!


 પ્રેમ સમાં વાયરાને સમજે છે,

થોડી દૂર, તો થોડી પાસ ફરકે છે,

દિશા અને દ્રશ્ય રોજ બદલે છે,

એટલેજ તમને ખુશ જોઈ ને, 

મંદ મંદ મરકે છે, ..!


સૂકા,ભીનાના ભાગ સમજીને પાળે છે,

દર્દ સમાં મેઘ ને અંદરો અંદર વાળે છે,

દુઃખ દર્દ ભૂલીને,

તમારી ખુશીનો મીઠો ટહુકો માણે છે, ..!

એટલે જ તમને ખુશ જોઈને, 

મંદ મંદ મરકે છે, ..!


સૂરજ, ચાંદનીનું મિલન ક્યાં કોઈએ જોયું છે,

એક બીજાથી દૂર રહીને બંને ચમકે છે,

સૂરજની કિરણ લઈને ચાંદની ચમકે છે,

કહાની તમને ખુશ જોઈ,

બાદશાહનું દિલ મંદ, મંદ મરકે છે..!


દાદ દઉં છું હું મારા દિલ ને, "જે"

તમને ખુશ જોઈ ને, મંદ મંદ મરકે છે, ..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance