આવ્યો વરસાદ
આવ્યો વરસાદ
કોયલની કૂક બોલ્યા કરે,
મોરની ટેહુક સાંભળ્યા કરે,
આ ગાજવીજ સાથેનો વરસાદ,
બાળકો પણ છબ છબ માણ્યા કરે,
કેવો છે આ વરસાદ !
સૌ લોક આનંદમાં રહ્યા કરે,
ધરતી પણ ખીલ્યા કરે,
પુષ્પો પણ સ્મિત કર્યા કરે,
એટલે તો વર્ષાના આગમનને,
લોક વધાવ્યા કરે,
