આવ્યો ઉત્સવ
આવ્યો ઉત્સવ
આવ્યો ઉત્સવ દશેરાનો
લાવ્યો ખુશીઓનો મેળો લઈને,
દશેરાને ઉજવીએ ધામધુમથી
દશેરાના મહત્વને સમજીએ મનથી,
દશેરા છે અધર્મ પર ધર્મનો વિજય
ધર્મની રક્ષા કરીએ,
દશેરા છે અસત્ય પર સત્યનો વિજય
વિજયની જીત લઈએ,
દશેરા છે અન્યાય પર ન્યાયનો વિજય
ન્યાયનો ડંકો ગુંજવીએ,
દશેરા છે અંધકાર પર પ્રકાશની જ્યોત
જ્યોતને જીવનમાં ઉતારીએ.
