STORYMIRROR

Mulraj Kapoor

Romance Fantasy

4  

Mulraj Kapoor

Romance Fantasy

આવું પણ થાય !

આવું પણ થાય !

1 min
361

તેનું નામ હતું અક્ષય,

તે પામતો સદાય વિજય,

ભણવામાં હોશિયાર,

ને થતો સૌને મદદગાર.


મનોમન ક્ષમાને તે ચાહતો,

તેના જ સપનામાં રાચતો,

તેના જીવનનું સપનું હતી,

જાણે ખુશીનું ઝરણું હતી.


સાંભળતા જ તેનો અવાજ,

દિલમાં રણકી ઉઠતા સાજ,

રોજ ઉભી રહી તે અગાસીમાં,

જોઈ હાથ હલાવતી ખુશીમાં.


તેની હસીથી તે ઘાયલ થતો,

મનોમન ચાહીને પાગલ બનતો,

મનની વાત કદી કહી ન શક્યો,

સમય આમ જ નીકળતો ગયો.


બેચેનીમાં મહિનાને વરસ ગયા,

કામકાજથી બને આગાપાછા થયા,

વિરહમાં જીવવું હવે નકામું લાગતું,

પ્રેમનો એકરાર હવે તો કરવું જ હતું.


હિંમત કરી ક્ષમાને મળવા ગયો,

હસીને તેણે હાથ પણ લાંબો કર્યો,

તે કાંઈક કહેવા જઈ રહ્યો હતો,

જોયું ત્યાં બીજો યુવક ઉભો હતો.


ક્ષમા એ તેની ઓળખાણ કરાવી,

 કહ્યું "અક્ષય, આ છે તારા બનેવી"

"યુગ, આ છે મારા અક્ષય ભાઈ"

હસી યુગે કહ્યું "મળીને ખુશી થઈ"


મોટો ઝટકો અક્ષયને લાગ્યો,

જાણે પગ તળે અંગાર ચપાયો,

સપનાનો મહેલ ભાંગી પડ્યો,

વીલે મોઢે તે ઘેર પાછો ફર્યો.


ક્ષમા તો ક્ષમા પાત્ર લાગતી હતી,

મોટી ભૂલ તો અક્ષય થી થઇ હતી,

મનની વાત તેણે જાહેર  ન કરી,

અને વાત ધીમે ધીમે વણસતી ગઈ. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance